Managed By:-Shree Kumbh Laxmi Savings and Credit Co.Op; Society, Valsad 396001
Ph:-9327892080(calling time:- 8:00am to 10:00 am) Mobile No :- 9925374794(calling time:- 1:00pm to 02:00pm)



About Us


શ્રી કુંભ લક્ષ્મી સેવિંગ્સ એન્ડ ક્રેડિટ કો . ઓપ. સોસાયટી લિમિટેડ , વલસાડની સ્થાપના સને ૧૯૯૯ માં કરવામાં આવી. જેનો રજિસ્ટર નંબર સા ૩૦૮૬૯ - ૯૯ તા. ૧૨/૩/૧૯૯૯ છે.

સોસાયટીનો મુખ્ય ઉદ્દેશ વલસાડ તાલુકાની આસપાસના ગામોમાં રહેતા જ્ઞાતિજનોને સરળતાથી લોન સ્વરૂપે આર્થિક સહાય મળે અને પગભર થાય.

સોસાયટીના પ્રથમ પ્રમુખ શ્રી રજનીકાંત રતિલાલ પ્રજાપતિ ઉર્ફે યોગેશ પ્રજાપતિ , સેક્રેટરી શ્રી છગનભાઇ નાગરદાસ પ્રજાપતિ , મેનેજર શ્રી અરવિંદભાઈ સોમાભાઈ પ્રજાપતિએ પ્રારંભિક કામ ખુબજ ખંતથી કર્યું અને પહેલા જ વરસે ૭૦૦ થી વધુ સભાસદોની નોધણી કરી.

સોસાયટી ને પગભર ( ગતિશીલ ) કરવા માટે સક્ષમ સભાસદોએ પોતાની મૂડી ( FD તરીકે )૩ વર્ષ કે ૫ વર્ષ માટે મૂકી કે જેથી સોસાયટી એ બેંક લોન કે ઓવર ડ્રાફ્ટ લેવાની જરૂર ન પડી. હાલે સોસાયટી પાસે એકપણ સભાસદોની થાપણ નથી. લોન ( ધિરાણ ) આપવાની શરૂઆત રૂપિયા ૧૦,૦૦૦/- થી કરવામાં આવી, હાલે સર્વે સભાસદોના સાથ, સહકાર અને સહયોગથી રૂપિયા બે લાખ ૨,૦૦,૦૦૦/- સુધીની લોન આપવામાં સક્ષમ થઈ છે. અત્યાર સુધી ૪૦૦૦ થી વધારે લોનનું વિતરણ કરવામાં આવ્યું છે.

સોસાયટીના ૨૦ વર્ષ પૂરા થયા. દર વરસે ઓડિટ વર્ગ " અ " પ્રાપ્ત કરેલ છે. જેના પરથી આપ સોસાયટીની કાર્ય પધ્ધતિ જાણી શકો છો.

કુંભ લક્ષ્મી સોસાયટી ના હોદ્દેદારોની માહિતી

.
નામ સરનામું હોદ્દો વર્ષ
શ્રી રજનીકાંત રતિલાલ પ્રજાપતિ વલસાડ. પ્રમુખ ૧૯૯૯-૨૦૦૦
શ્રી ચંપકલાલ ઘેલાભાઈ પ્રજાપતિ આંધીયાવાડ પ્રમુખ ૨૦૦૦-૨૦૦૧
શ્રી સુમંતરાય ખુશાલભાઈ પ્રજાપતિ હાલર પ્રમુખ ૨૦૦૧-૨૦૧૪
શ્રી રમણભાઈ ગોવનભાઈ પ્રજાપતિ ખડકીભાગડા પ્રમુખ ૨૦૧૪-૨૦૨૨
શ્રી રાજેન્દ્ર બાલુભાઈ મિસ્ત્રી લીલાપોર પ્રમુખ ૨૦૨૨ થી કાર્યરત
શ્રી સુમંતરાય ખુશાલભાઈ પ્રજાપતિ હાલર ઉપપ્રમુખ ૨૦૦૦-૨૦૦૧
શ્રી ચીમનભાઈ સોમાભાઈ લાડ . મોટી સરોણ ઉપપ્રમુખ ૨૦૦૦-૨૦૧૭
શ્રી મનહરભાઈ બાલુભાઈ લાડ. સેગવી ઉપપ્રમુખ ૨૦૧૭-૨૦૧૮
શ્રી કમલેશ ભીખુભાઈ લાડ અતુલ ઉપપ્રમુખ ૨૦૧૮-૨૦૨૧
શ્રી હિતેન્દ્ર નારાયણભાઈ પ્રજાપતિ અબ્રામા ઉપપ્રમુખ ૨૦૨૧ થી કાર્યરત
શ્રી છગનભાઇ નાગરભાઈ પ્રજાપતિ મદનવાડ સેક્રેટરી ૧૯૯૯-૨૦૧૪-૧૫
શ્રી વસંતલાલ મગનલાલ બલસારા ગંજખાના સેક્રેટરી ૨૦૧૫ થી ૨૦૨૩
શ્રી નરેશભાઈ જેરામભાઈ પ્રજાપતિ કૈલાસ રોડ સેક્રેટરી ૨૦૨૩ થી કાર્યરત
શ્રી અરવિંદભાઈ સોમાભાઈ પ્રજાપતિ ગંજખાના મેનેજર ૧૯૯૯-૨૦૦૭
શ્રી અરવિંદભાઈ ડાહ્યાભાઈ પ્રજાપતિ બંદર રોડ મેનેજર ૨૦૦૮-૨૦૧૧
શ્રી રાજેન્દ્ર બાલુભાઈ મિસ્ત્રી લીલાપોર મેનેજર ૨૦૧૧-૨૦૨૨
શ્રી નરેશભાઈ જેરામભાઈ પ્રજાપતિ કૈલાસ રોડ મેનેજર ૨૦૨૨ થી ૨૦૨૩
શ્રી ચીમનભાઈ સોમાભાઈ લાડ મોટી સરોણ ઇન્ટરનલ ઓડિટર ૧૯૯૯-૨૦૦૦
શ્રી કૌશિક મગનલાલ લાડ મોટી સરોણ ઇન્ટરનલ ઓડિટર ૨૦૦૦ થી કાર્યરત
શ્રી મણીલાલ ડાહ્યાભાઈ પ્રજાપતિ. જૂના કોસંબા રોડ લીગલ એડવાઈઝર ૨૦૦૪ થી કાર્યરત
શ્રી નરેશભાઈ જેરામભાઈ પ્રજાપતિ કૈલાસ રોડ ક્લાર્ક ૨૦૧૪-૨૦૨૨
શ્રી પ્રવિણભાઇ દલપતભાઈ પ્રજાપતિ વલસાડ મેનેજર ૨૦૨૨ થી કાર્યરત

દરેક સભાસદોને વાર્ષિક અહેવાલ સમયસર મળી રહે અને કાગળ , સમય , પૈસાની બચત થાય એ ઉદ્દેશ ને ધ્યાનમાં લઈને સોસાયટી એ પોતાની વેબસાઇટ બનાવી, જેમાં " વાર્ષિક અહેવાલ " ઉપરાંત સર્વે જ્ઞાતિ પરિવારને

(૧) "Community Hall"
દક્ષિણ ગુજરાતની તમામ જ્ઞાતિ સંસ્થાનો પરિચય મળી રહે.

(૨) "Blood Donner"
ડોનરની માહિતી બ્લડ ગ્રુપ તેમજ તાલુકા પ્રમાણે સર્ચ કરી ડોનરની મદદ લઈ દર્દીને લોહી આપી જિંદગી બચાવી શકાય.

(૩) "Event"
જ્ઞાતિ પરિવાર ની અન્ય સંસ્થાના આવનારા તેમજ થયેલ કાર્યક્રમની રૂપરેખા નિહાળી શકાય છે.

(૪) "Marriage Bureau"
અપરિણીત યુવક યુવતીઓ પોતાના માટે જીવન સાથીની પસંદગી કરી શકે એ માટે ઓનલાઈન મેરેજ બ્યુરો નો ઉપયોગ વિના મુલ્યે કરી શકો છો.

આ વેબસાઇટ ને હજુ વધુ અસરકારક અને ઉપયોગી બનાવવા માટે આપના તરફથી જરૂરી માર્ગદર્શન આવકાર્ય છે.

માર્ગદર્શન અમોને અમારા ઈ મેઈલ આઈડી : kumbhlaxmi.1999@gmail.com અથવા લેખિતમાં અમારા ઓફિસ એડ્રેસ પર મોકલવા વિનંતી છે

.શ્રી કુંભ લક્ષ્મી સેવિંગ્સ એન્ડ ક્રેડિટ કો . ઓપ. સો લિમિટેડ

C/o - શ્રી પ્રજાપતિ વાડી, છીપવાડ ,

જગન્નાથ મંદિરની સામે,

વલસાડ. ૩૯૬ ૦૦૧

આ વેબસાઇટ ની મોબાઈલ એપ બનાવવાનું કાર્ય પ્રગતિ પર છે. આ વેબસાઇટ બનાવવા માટે સાથ સહકાર આપનાર નો સંસ્થા આભાર માને છે....